મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ગોડાઉન રોડ પર ગઈકાલે ચમનભાઈ શિવાભાઈ પરમાર ઉ.60 રહે.છત્રપતિ શિવાજી ટાઉનશીપ, રાજકોટ વાળાઓએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.વધુમાં મૃતક ચમનભાઈ માનસિક બીમારીથી પીડાતા હોવાનું અને મોરબી ખાતે રહેતા તેમના કૌટુંબિક ભાઈ જનકભાઈ પરમારના ઘેર આવ્યા હતા.જ્યાં અંતિમ પગલું ભરી લીધું હતું.