લિનક્ષ ટાઇલ્સ પ્રા. લી.ના 10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને 10,15,000 નો દંડ અને 9% વ્યાજ ચૂકવવાનો હુકમમોરબી: મોરબી કોર્ટ દ્વારા ચેક રિટર્નની ફરિયાદમાં એક મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે વાંકાનેરના અમન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સરવદી અમીન અલીશાને ચેક રિટર્નના કેસમાં 2 વર્ષની કેદની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો જાહેર કર્યો છે.કેસની વિગત મુજબ, ફરિયાદ પક્ષ લિનક્ષ ટાઇલ્સ પ્રા. લી.ના ડિરેક્ટર રાજેશ ત્રીભોવનભાઈ લીખીયાએ આરોપી અમન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સરવદી અમીન અલીશા વિરુદ્ધ મશીનરી વેચાણની લેણી રકમ ચૂકવવા માટે આપવામાં આવેલા 10,00,000 ના ચેક અંગે કેસ દાખલ કર્યો હતો. આરોપીએ ખાતરી આપી હતી કે ચેક રજૂ કરતા રકમ વસૂલ મળી જશે. જોકે, ચેક બેંકમાં રજૂ કરતા તે પરત ફર્યો હતો. ત્યારબાદ વકીલ ચિરાગ ડી. કારીઆ મારફત આરોપીને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બજવા છતાં રકમ ન ચૂકવતા, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નં. 9273/2021 થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ કેસ મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.વી. સંચાણીયા સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓ, વકીલ ચિરાગ કારીઆની દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે ચુકાદો આપ્યો હતો. મોરબી કોર્ટે આરોપી અમન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સરવદી અમીન અલીશાને 2 વર્ષની કેદની સજા અને 10,15,000 નો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી 10,00,000 ફરિયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત, ચેક પરત ફર્યા તારીખથી ચેકની રકમ પર વાર્ષિક 9% વ્યાજ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીયા, દયારામ એલ. ડાભી, અતુલ સી. ડાભી તથા મનીષ કે. ભોજાણી રોકાયેલ હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #ChequeReturnCase #CourtVerdict #MorbiCourt #Wankaner #Justice #GujaratNews