સિરામિક ઝોનમાં વાહનોની લાંબી કતારો, ખેડૂતોને મુક્ત નહીં કરાય તો હળવદ-માળિયા હાઈવે જામ કરવાની ચીમકીમોરબી : મોરબી નજીક જેતપર ગામ પાસે આવેલ જેતપર-અણીયારી રોડ પર ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 કલાકથી વધુ સમયથી આ ચક્કાજામ ચાલુ છે. આ માર્ગ ઔદ્યોગિક હોવાથી અને અહીં અનેક સિરામિક ફેક્ટરીઓ આવેલી હોવાથી મોટા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.જેતપર ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજ લાઈન સામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે બળ પ્રયોગ કરી માર માર્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જેને પગલે ઉશ્કેરાયેલા ખેડૂતોએ ચક્કાજામ શરૂ કરી દીધો છે. વધુમાં તેઓ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ દ્વારા ડીટેઈન કરીને લઈ જવામાં આવેલા તેમના ખેડૂતોને તાત્કાલિક છોડવામાં નહીં આવે, તો તેઓ દ્વારા આગામી સમયમાં હળવદ-માળિયા હાઈવે પર પણ ચક્કાજામ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ ચક્કજામમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જોડાયા છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #ChakkaJam #FarmersProtest #GujaratNews #MorbiCeramic #HalvadMaliyaHighway