મોરબી: આજની ભાગદોડ ભરી જિંદગીમાં ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે લોકો અનેક રોગોનો શિકાર બની રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ઉપચાર દ્વારા લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી મોરબીમાં TATSAT નેચર ક્યોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આગામી તા. 7 જુનને રવિવારે 'સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.'આયુર્વેદ અપનાવો સ્વસ્થ જીવન જીવો'ના મંત્ર સાથે યોજાવા જઈ રહેલા આ કેમ્પમાં નિઃશુલ્ક આયુર્વેદિક ડોક્ટર દ્વારા પરામર્શ આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને નિઃશુલ્ક આહાર માર્ગદર્શન અને જીવનશૈલી સંબંધિત સલાહ પણ પૂરી પાડવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ દવા લખી આપવામાં આવશે.કેમ્પમાં નીચે મુજબના રોગોનું નિદાન કરવામાં આવશે:સીરદર્દ, અપચો, ગેસ - એસિડિટી, કબજિયાત, વજન વધવું, થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો, ત્વચા રોગ, વાળ ખરવા, મહિલા રોગ, માસિક ધર્મની અનિયમિતતા, હોર્મોનલ અસંતુલનઊંઘ ન આવવી, ચિંતા - તણાવદમ / શ્વાસની તકલીફ, યકૃતની તકલીફઆ કેમ્પમાં પ્રાકૃતિક ઉપચાર, યોગ અને જીવનશૈલી માર્ગદર્શન, શુદ્ધ આહાર અને ડિટોક્સ દ્વારા શરીર શુદ્ધિકરણની પદ્ધતિઓથી દર્દીઓને માહિતગાર કરી પ્રાકૃતિક રીતે સ્વસ્થ રહેવાની પ્રેરણા આપવામાં આવશે.કેમ્પની વિગતો:તારીખ: 7 જૂન, 2026 (રવિવાર)સમય: સવારે 9:00 AM થી 12:30 PMસ્થળ: દુકાન નંબર 407, ચોથા માળે, ગોલ્ડન માર્કેટ, રવાપર તળાવની બાજુમાં, મોરબી.ખાસ નોંધ: સંસ્થા દ્વારા દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે નિયમિત ઓપીડી ચાલુ રહેશે.આ સર્વરોગ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8858840140 પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #AyurvedaCamp #FreeHealthCamp #TatsatNatureCure #MorbiNews #Healthcare #Ayurveda #NaturalCure