રોજના 200 થી 300 લોકોની લાગે છે લાંબી કતારો: સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને મેયરને લેખિત રજૂઆતમોરબી: મોરબી મહાનગરપાલિકામાં જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કમિશનર, કલેક્ટર અને મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈ અને ગીરીશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આજુબાજુના વિસ્તારમાંથી તેમજ બહારગામથી આવતા લોકોને દાખલા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. બહારગામથી આવતા લોકો સાથે નાના બાળકો પણ હોય છે, જેઓ ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને કંટાળીને સુઈ જાય છે. હાલની અસહ્ય ગરમીમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમાં અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અહીં દરરોજ 200 થી 300 લોકોની લાંબી લાઈનો લાગે છે. મેયર પણ અગાઉ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેઓ પણ આ સમસ્યાથી વાકેફ છે. તેથી પ્રજાજનોના હિત માટે અને ભીડની સમસ્યા દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકાની નવી ઓફિસમાં તાત્કાલિક ધોરણે બીજું વધારાનું કાઉન્ટર ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #PublicIssue #MorbiNews