પ્રમુખ તરીકે જગદીશ પરમારની પસંદગી ; બેઠકમાં 4 મુખ્ય હોદ્દેદારોની વરણી કરી નવી ટીમને સંગઠનની મજબૂતી માટે જવાબદારી સોંપાઇમોરબી : હળવદ પત્રકાર એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક રણજીતગઢ નજીક આવેલી વન વગડો હોટેલ ખાતે મોડી સાંજે યોજાઈ હતી. આ બેઠકમાં નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે સંગઠનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને મંત્રી પદ એમ કુલ 4 હોદ્દાઓ માટે સર્વસંમતિથી નામોની પસંદગી કરવામાં આવી છે.બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હળવદ પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે જગદીશ પરમાર, ઉપપ્રમુખ તરીકે વિશાલ જયસ્વાલ, ખજાનચી તરીકે સોમા ભરવાડ તથા મંત્રી તરીકે વિશાલ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ નવી ટીમે પત્રકારોના હિતોનું રક્ષણ કરવા, સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજલક્ષી અને પત્રકારત્વને લગતી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ બેઠક અને વરણી પ્રસંગે પત્રકાર મયુર રાવલ, અજય દવે, કિશોર પરમાર, મેહુલ ભરવાડ, પ્રશાંત જયસ્વાલ, દીપક જાની, બળદેવ ભરવાડ, બેચર રાજપૂત, રમેશ ઠાકોર, ચતુર ચરમારી, કાનાજી ભરવાડ, અમિત ઠાકોર, રોહિત પટેલ અને સુરેશ સોનગ્રા સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત પત્રકારોએ હોદ્દેદારોની સર્વાનુમતે વરણીને મંજૂરી આપી હતી.બેઠકના અંતે ઉપસ્થિત સૌ કોઈએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનને વધુ મજબૂત તેમજ સક્રિય બનાવવા માટે પોતાનો પૂરો સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #Halvad #HalvadNews #PatrakarAssociation #Journalist #MediaNews #GujaratNews #Morbi