અથર્વ સર્જિકલ હોસ્પિટલ ખાતે ડૉ. અમિત ગામી અને નિષ્ણાત તબીબોની ટીમે 10 કલાક લાંબી સર્જરી કરી 76 વર્ષીય દર્દીને આપ્યું નવું જીવન, એથિક્સ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમે ભજવી મહત્વની ભૂમિકા'સાહેબ, ભલે હું તમારા દવાખાને ચાલુ ઓપરેશને મરી જાઉં, પણ બીજે ક્યાંય ઓપરેશન માટે નથી જવાનો!' 76 વર્ષીય વાલજીભાઈના આ શબ્દોએ મોરબીના તબીબો પરના દર્દીઓના અતૂટ વિશ્વાસને સાર્થક કર્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં તબીબી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઇ છે. પ્રથમ વખત અથર્વ સર્જિકલ હોસ્પિટલ ખાતે ડૉ. અમિત ગામી અને નિષ્ણાત તબીબોની ટીમે કેન્સરગ્રસ્ત લિવરનો જમણો ભાગ દૂર કરવાની જટિલ સર્જરી સફળ રીતે પાર પાડી છે. આ 10 કલાક લાંબી સર્જરી કરી 76 વર્ષીય દર્દીને તબીબોએ નવું જીવન આપ્યું છે. આ સફળ અને કઠિન સર્જરીમાં એથિક્સ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.ગંભીર રોગનું નિદાન અને દર્દીનો અતૂટ વિશ્વાસરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિરણભાઈ કાચરોલાના પિતાશ્રી વાલજીભાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી પેટની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા હતા. નિદાનમાં જાણવા મળ્યું કે તેમના લિવરના જમણા ભાગમાં મોટી કેન્સરગ્રસ્ત અને રક્તસ્રાવ કરતી ગાંઠ હતી. નિષ્ણાતોના મતે, આ જીવલેણ બીમારી માટે લિવરનો સંપૂર્ણ જમણો ભાગ (રાઈટ હેપેટેક્ટોમી) દૂર કરવો એ જ એકમાત્ર વિકલ્પ હતો. રાજકોટ અને અમદાવાદના તબીબોની સલાહ લીધા બાદ પણ દર્દીએ મોરબીમાં જ, ડૉ. અમિત ગામીની નિગરાનીમાં ઓપરેશન કરાવવાનો દ્રઢ આગ્રહ રાખ્યો હતો.મોરબીમાં જ ઐતિહાસિક સર્જરીનો નિર્ણયદર્દીના આ અતૂટ વિશ્વાસને માન આપીને ડૉ. અમિત ગામીએ સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત ગેસ્ટ્રોસર્જન ડૉ. રાજન જગડ અને ડૉ. અર્થ હિંગળાજીયા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. દર્દીની સ્થિતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ પડકારજનક સર્જરી મોરબી ખાતે જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. અમિત ગામી દ્વારા સ્થાપિત શ્રેયસ યુરોકેર એન્ડ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોરબીના દર્દીઓને સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડવાના હેતુથી યુરોસર્જરી સહિતની અદ્યતન સુપર-સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.10 કલાક લાંબુ પડકારજનક ઓપરેશનઅથર્વ સર્જિકલ હોસ્પિટલ ખાતે ડૉ. અર્થ હિંગળાજીયા, ડૉ. અમિત ગામી અને જે.આર હોસ્પિટલ મોરબીના ગેસ્ટ્રોસર્જન ડૉ. ચિરાગ પનારાની કુશળ સર્જન ટીમે આશરે 10 કલાક લાંબી અને અત્યંત જટિલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી હતી. ઓપરેશન દરમિયાન કેન્સરગ્રસ્ત લિવરનો સંપૂર્ણ જમણો ભાગ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સિનિયર એનેસ્થેટિસ્ટ ડૉ. સંજય રૂપારેલિયાએ પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.સફળ પોસ્ટ-ઓપરેટિવ સારવાર અને ઝડપી રિકવરીઆવી જટિલ સર્જરી બાદ પોસ્ટ-ઓપરેટિવ કેર સૌથી મહત્વની હોય છે. ઓપરેશન બાદ એથિક્સ હોસ્પિટલ અને આઈ.સી.યુ. ના ડૉ. ભૌમિક સરડવા અને ડૉ. પ્રયાગ પંડ્યાની સઘન ક્રિટિકલ સારવાર હેઠળ વાલજીભાઈ ઝડપથી સ્વસ્થ થયા હતા. તેમની સતર્કતાના પરિણામે દર્દી માત્ર 15 દિવસમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના દૈનિક કાર્યો કરવા સક્ષમ બની ગયા છે.મોરબીના આરોગ્યક્ષેત્ર માટે એક સુવર્ણ સીમાચિહ્ન તબીબી ક્ષેત્રના જાણકારોના મતે, મોરબીમાં કેન્સરગ્રસ્ત લિવરનો સંપૂર્ણ જમણો ભાગ દૂર કરવાની આ પ્રથમ અને અત્યંત જટિલ સર્જરી છે. આ ભવ્ય સિદ્ધિ મોરબીના આરોગ્યક્ષેત્ર માટે એક સુવર્ણ સીમાચિહ્ન સમાન છે, જે સાબિત કરે છે કે હવે ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર મોરબીના આંગણે જ ઉપલબ્ધ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MedicalAchievement #CancerSurgery #LiverSurgery #AtharvaSurgicalHospital #EthicsHospital #MorbiDoctors #HealthCareMorbi