ચરાડવા નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 મૃતકોની એક જ ચિતા પર અંતિમ વિધિ કરાઈમોરબી : ચરાડવા ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે રણછોડગઢ ગામને શોકમગ્ન કરી દીધું છે. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર કુલ 7 લોકો પૈકી 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.આ કરુણ ઘટનાને પગલે રણછોડગઢ ગામમાં ભારે માતમ છવાઈ ગયો છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ 5 મૃતકોના નશ્વર દેહને જ્યારે ગામમાં લાવવામાં આવ્યા ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું અને હૈયું હચમચાવી દે તેવા દૃશ્યો સર્જાયા હતા. ગામના સ્મશાનગૃહ ખાતે તમામ 5 મૃતદેહોની એક જ ચિતા પર એકસાથે અંતિમ વિધિ કરવામાં આવતા ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.આ અકસ્માતમાં સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ), વિરમ ભીમાભાઈ ડઢૈયા (ઉંમર 28 વર્ષ), પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉંમર 24 વર્ષ), પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા(તાલુકા પંચાયત સદસ્ય હળવદ) અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢૈયાનું મોત થયું છે.આ અત્યંત શોકાતુર માહોલમાં નીકળેલી સ્મશાન યાત્રામાં સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતના સ્થાનિક, રાજકીય તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૃતકોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Ranchhodgadh #Charadwa #Accident #GujaratNews