મુક્ત કરેલા ખેડૂતોનું વાજતે ગાજતે ફુલહારથી સન્માન કરાયું : ચક્કાજામ હટતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધોમોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત બાદ શરૂ થયેલો ચક્કાજામ અંતે સમેટાઈ ગયો છે. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા તમામ ખેડૂતોને મુક્ત કરીને પરત લાવવામાં આવતા ગ્રામજનોએ રોડ પરથી ચક્કાજામ હટાવી લીધો હતો.ખેડૂતોનું વાજતે-ગાજતે સ્વાગત અને સન્માનઅગાઉ ખેડૂતો અને તેમના પરિવારજનોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી પોલીસ ખેડૂતોને માનભેર ગામના પાદરે પરત નહીં મૂકે ત્યાં સુધી રસ્તો ખુલશે નહીં. તંત્ર સાથેની વાટાઘાટો સફળ રહ્યા બાદ પોલીસે ખેડૂતોને મુક્ત કર્યા હતા. જેતપર ગામના પાદરે પરત ફરેલા આ ખેડૂતોનું અન્ય ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.વાહનચાલકોને રાહતનો શ્વાસ લીધોખેડૂતોના રસ્તા રોકો આંદોલનને કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરંતુ ખેડૂતો મુક્ત થતા અને રસ્તો ખુલ્લો મુકાતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હોય, હજુ ટ્રાફિક પૂર્વવત થતા થોડો સમય લાગી શકે છે. બીજી તરફ આગામી સમયમાં ખેડૂતો અને ગ્રામજનોની કમિટી દ્વારા ભેગા બેસીને વીજલાઈનના પ્રશ્ન અંગે આગળની રણનીતિ નક્કી કરવાનું જણાવ્યું છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #ChakkaJam #PankajRansariya #MorbiPolice #MorbiNews #GujaratNews