મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના હંજીયાસર ગામની સીમમાં બાતમીના આધારે આરોપી ગુલાબ આમીન મોવરના કબ્જા વાળી જગ્યામાં દરોડો પાડી 400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂ.10 હજાર ઝડપી લીધો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાથ નહિ આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.