મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામમાં વીજલાઈનનો વિવાદ વધુ ઘેરો બન્યો : વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરતા ખેડૂતોમાં ભારે રોષમોરબી : જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વીજલાઈન નાખવાની કામગીરીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાના આ ગામમાં ખેડૂતો લાંબા સમયથી પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈન મામલે રોષે ભરાયેલા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી કંપની દ્વારા તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ખેતરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેશે નહીં.કામગીરી અટકાવવા ગયેલા ખેડૂતોને ડીટેઈન કરાયાપ્રાપ્ત વિગતો અનુસાર, આજે ખેતરમાં કંપની દ્વારા વીજલાઈનની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ખેતરમાં વિરોધ કરવા પહોંચેલા ખેડૂતોની સાથે સાથે મહિલાઓને પણ ડીટેઈન કર્યા હતા. આ તમામ લોકોને ડીટેઈન કરીને માળિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.મોરબી-જેતપર-અણિયારી રોડ પર ચક્કાજામપોલીસ દ્વારા ખેડૂતો અને મહિલાઓની અટકાયત કરવામાં આવતા ગામના અન્ય લોકો અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપર-અણિયારી રોડ પર ચક્કાજામ કરી દીધો છે. જેના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #KantiAmrutiya #MorbiNews #GujaratNews #Chakkajam #FarmersRights