મોરબી : મોરબીના કેનાલ રોડ પર વર્ધમાન નાલા પાસે અને ગંગાદર્શન ટાવરની સામે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દરરોજ રખડતા ઢોરનો જમાવડો જોવા મળે છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છે. રોડ પર રખડતા ઢોરોને કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અકસ્માતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા મોરબી કોર્પોરેશનને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોએ તંત્ર વહેલી તકે આ વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. #Morbi #MorbiUpdate #StrayCattle #RoadSafety #MorbiNews #Gujarat