કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈમોરબી : મોરબીમાં તા.11થી 20 સુધી બોર્ડની પૂરક પરીક્ષા યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ આજરોજ યોજાઇ હતી. આ બેઠકમાં આર.એ.સી. ખાચરે પૂરક પરીક્ષાને હળવાશથી ન લેવા અને તમામ પ્રકારની તકેદારી રાખવાની શીખ આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રીક ગેજેટ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડની અંદર ન લઈ જાય તે માટે પરીક્ષા પહેલા જ કડક ચકાસણી કરવાની સ્થળ સંચાલકોને તાકીદ કરી હતી.આ ઉપરાંત ધોરણ 10 ના ઝોનલ શૈલેષભાઈ મેરજા અને ધોરણ 12 ના ઝોનલ ભાવેશભાઈ ભાલોડીયાએ પાટા એપ્લિકેશન અને અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પરીક્ષા દરમિયાન પીજીવીસીએલ વિભાગ તરફથી અવિરત વીજ પુરવઠો, એસટી વિભાગ તરફથી નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી જરૂરી ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડવાની ખાતરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ની 5 બિલ્ડિંગના 44 બ્લોકમાં કુલ 1241 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની 2 બિલ્ડિંગના 11 બ્લોકમાં 308 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)ની 2 બિલ્ડિંગના 15 બ્લોકમાં કુલ 306 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ 1855 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.#Morbi #MorbiUpdate #BoardExam #SupplementaryExam #MorbiNews #EducationNews #GujaratBoard #GSEB