મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સનકયુરો સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મકરાધવાજા જગા મિરઘા ઉ.50 નામના આધેડને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ ચાલુ સારવારે ઉલ્ટીઓ થયા બાદ બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.