મેઇન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 07:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબી શહેર પેટા વિભાગ-02 હેઠળ આવતા વાવડી રોડ ફીડરમાં આવતીકાલે તારીખ 06/06/2026 શનિવારના રોજ વીજતંત્ર દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે ફીડર હેઠળ આવતા વિવિધ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં સવારે 07:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.વીજકાપથી પ્રભાવિત થનારા વિસ્તારો: ● વાવડી રોડ ફીડર: ક્રિષ્ના પાર્ક 1 અને 2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, આશિક પાર્ક વગેરે વિસ્તારો.● વાવડી ચોકડીથી માધાપર બાજુ જતા રોડ પરનો ડાબી બાજુનો વિસ્તાર અને તેની આસપાસનો સંપૂર્ણ વિસ્તાર.વીજતંત્રની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે, તેમ નાયબ ઇજનેર, શહેર પેટા વિભાગ-02, મોરબીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #VavdiRoad #MorbiNews #GujaratNews #MorbiCity