સવારે 08:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 06.06.2026 ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પાવરકાપ જાહેર કરવામાં આવ્યો છે. 11 KV કાલીકા પ્લોટ ફીડરમાં નવા જંપર નાખવા તેમજ ટ્રી કટીંગ વગેરે જેવી મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે 08:00 વાગ્યાથી બપોરના 04:00 વાગ્યા સુધી આ ફીડર હેઠળ આવતા વિવિધ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.વીજ કાપથી પ્રભાવિત થનાર વિસ્તારો:શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12, 13, 14 અને 15, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટીઓ.મોરબી શહેર-1 ના નાયબ ઇજનેર દ્વારા ઉપરોક્ત વિસ્તારોના તમામ ગ્રાહકોને આ કામગીરી દરમિયાન વીજ પુરવઠો બંધ રહેતો હોય, તેની અગાઉથી નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #MorbiCity #GujaratNews