મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના ગોકુલનગરમાં લાયન્સનગર સરકારી શાળા પાસે દરોડો પાડી આરોપી રાજ હરેશભાઇ ડાભી ઉ.25 રહે.લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની છ ચપલા બોટલ કિંમત રૂ.720 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.