અપહૃતને શોધી કાઢી કાર્યવાહી AHTU મોરબીને સોંપાઈમોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને ભોગ બનનાર અપહૃતને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી આધારે અપહરણના ગુનામાં આરોપી નિતિનભાઇ ઉર્ફે નીક ગંગારામભાઇ પરમાર (જાતે દલવાડી, ઉ.વ 26, ધંધો મજુરી, રહે બાદનપર, તા.મોરબી, જી મોરબી)ને શોધી કાઢી હસ્તગત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં મહીલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખીને ભોગ બનનારને પણ શોધી કાઢવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અને ભોગ બનનારને આગળની કાર્યવાહી માટે AHTU મોરબીને સોપવામાં આવેલ છે.#Morbi #MorbiPolice #SOGMorbi #CrimeNews #MorbiUpdate