મહેસુલી કેસના નિકાલ માટે પારદર્શી વ્યવસ્થામોરબી : મોરબી જિલ્લા કલેકટર તરીકે નિયુક્ત થયેલા આઈએએસ સ્વપ્નિલ ખરેએ મહેસુલી કોર્ટમાં ચાલતા કેસોના નિકાલ માટે પારદર્શી ઓપન કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા હાથ ધરી કેસોના ઝડપી નિકાલ માટે પહેલ કરી છે.મોરબી જિલ્લા કલકટર સ્વપ્નિલ ખરેએ તેમના એક્સ હેન્ડલ પર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના મહેસુલી કેસ માટે ઓપન કોર્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.ઉપરાંત જિલ્લા કલેક્ટરની કોર્ટમાં જમીન તથા ટેલિગ્રાફ એક્ટને લગતા કેસોના નિર્ણય પણ ઓપન કોર્ટમાં આપવામાં આવ્યા હતા. સાથે જ સંબંધિત પક્ષકારોને રૂબરૂ હુકમો ખુલ્લી કોર્ટમાં આપવામાં આવ્યા હતા.