જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ, ન્યાયાધીશો અને ફોરેસ્ટ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયોમોરબી : આજે 5 જૂન, 2026 ના રોજ 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે મોરબી જિલ્લા વકીલ મંડળ (બાર એસોસિએશન) દ્વારા અદાલત પરિસરમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને પર્યાવરણ શુદ્ધિકરણનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ પારેખ સાહેબ તેમજ મોરબી કોર્ટના તમામ જજ સાહેબો તથા વન વિભાગના ફોરેસ્ટ અધિકારી ચિરાગભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની જાળવણી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ બાર એસોસિયેશનના હોદ્દેદારો દિલીપભાઈ અગેચાણીયા, દીપકભાઈ પારધી, ડી. કે. ભીમાણી, જે. ડી. સોલંકી, ખુશ્બુબેન કોઠારી, યોગેશ પરેજીયા, નિધીબેન પટેલ, પી. ડી. કંઝારિયા અને હેતલબેન મહેશ્વરી સહિતના તમામ હોદ્દેદારો અને વકીલ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.કોર્ટ સ્ટાફ, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા અને પ્રકૃતિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.#Morbi #MorbiUpdate #WorldEnvironmentDay #TreePlantation #MorbiBarAssociation #MorbiCourt #Environment #MorbiNews