મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ અમૂલ મિનરલ્સ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા વિક્રમભાઈ અબુભાઈ નિનામાં ઉ.21 નામના યુવકે ગઈકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.