યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ : છેલ્લા 1 મહિનાથી પાવરગ્રીડ અને ખેડૂતો વચ્ચે ચાલતો વિવાદ યથાવતહળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપનીના વીજ લાઇનના કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ લાઈનની કામગીરી અટકાવવા ગયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે લાંબી રકઝક પણ થઈ હતી. સાપકડા ગામે પાવરગ્રીડ અને ખેડૂતો વચ્ચે છેલ્લા 1 મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો પોતાની જમીન અને ઊભા પાકને થતા નુકસાન સામે યોગ્ય વળતરની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાવરગ્રીડ દ્વારા ખેડૂતને 5 લાખ જેટલું વળતર આપવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો બિલ મુજબ 30 લાખના વળતરની માંગ પર અડગ છે. પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજે યોગ્ય વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં સાપકડાના ગ્રામજનો અને ખેડૂતો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ 60 થી વધુ પોલીસ જવાનો સાથે ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પોલીસ બંદોબસ્ત અને વિરોધ વચ્ચે ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે રકઝક પણ થઈ હતી. #Halvad #Sapakada #FarmersProtest #MorbiUpdate #MorbiNews #GujaratPolice #PowergridIssue #GujaratNews #Morbi