કોઈને મદદની જરૂરિયાત હોય મારા મો.9978408571 ઉપર સંપર્ક કરી શકે છે : રેન્જ આઈજીએ જાહેર કર્યા નંબરમોરબી : ગૃહ વિભાગના નવા જાહેરનામા અનુસાર, મોરબી જિલ્લાનો સમાવેશ હવે રાજકોટ રેન્જમાંથી બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ મોરબી જિલ્લાનો વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ મોરબીના પોલીસ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. ઉપરાંત આઈજીએ જણાવ્યું હતું કે રાજકોટ રેન્જ માફક બોર્ડર રેન્જની કાર્યવાહી પણ ચાલુ જ રહેશે. છેલ્લા 4 થી 6 મહિનાના ક્રાઈમની સમીક્ષા અને ટ્રાફિક સમસ્યા પર ચર્ચાબેઠક અંગે માહિતી આપતા આઈજી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 6 મહિનામાં બનેલી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ક્રાઈમની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબીના સ્થાનિક પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ લોકો તરફથી મળતી ટ્રાફિકની મુખ્ય સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પ્લાનિંગ કરવામાં આવશે.ડ્રગ્સ અને ખનીજ માફિયાઓ સામે લેવાશે મક્કમ પગલાંમોરબી જિલ્લામાં ડ્રગ્સ અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા તેઓએ જણાવ્યું કે, ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ ટીમ પૂરી મક્કમતાથી કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કટિબદ્ધ રહેશે. કોલેજના યુવા મિત્રો કે સમાજના આગેવાનોને ક્યાંય પણ ડ્રગ્સને લગતું દૂષણ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેના પર ત્વરિત એક્શન લેવાશે. આ ઉપરાંત ખનીજ માફિયાઓ સામે જે કડકાઈથી કામગીરી ચાલી રહી છે, તેને વધુ વેગવંતી અને અસરકારક બનાવવામાં આવશે.આઈજીએ જાહેર કર્યો પોતાનો મોબાઈલ નંબર, જનતાને સહયોગ આપવા અપીલતેઓએ મોરબી પોલીસ ટીમ અને એસપીની કામગીરીને બિરદાવતા કહ્યું કે, મોરબી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુના ડિટેક્શન માટે ખૂબ સારું કામ કરી રહી છે. જનતા પણ પોલીસને પૂરો સહયોગ આપે. કોઈપણ નાગરિકને કોઈ માહિતી આપવી હોય કે મદદની જરૂર હોય, તો તેઓ વિના સંકોચે સંપર્ક કરી શકે છે. આઈજી ચિરાગ કોરડીયાએ નાગરિકો માટે પોતાનો સીધો મોબાઈલ નંબર 9978408571 જાહેર કર્યો છે, જેના પર લોકો સંપર્ક કરી શકશે.#Morbi #MorbiPolice #BorderRangeIG #ChiragKoradiya #MorbiNews #GujaratPolice #MorbiUpdate #LawAndOrder #DrugFreeGujarat #AntiCrime