જિલ્લા પોલીસ દ્વારા આઈજીનું ભવ્ય સ્વાગતમોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જિલ્લાના અધિકારક્ષેત્રમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ રેન્જ હેઠળ કાર્યરત મોરબી જિલ્લાને હવે કચ્છ બોર્ડર રેન્જમાં ખસેડવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયના અમલ બાદ તરત જ, કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ મોરબી જિલ્લાની સત્તાવાર મુલાકાત લીધી છે.અગાઉ મોરબી વિસ્તાર રાજકોટ રેન્જમાં આવતો હોવાથી ત્યાંના આઈજી નિર્લિપ્ત રાય જવાબદારી નિભાવતા હતા. પરંતુ હવેથી મોરબીનું સંચાલન કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના હસ્તક આવી ગયું છે. ચિરાગ કોરડીયાએ મોરબી ખાતે પહોંચીને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સરહદો અને અલગ-અલગ પોલીસ મથકોની કામગીરી અંગે વિસ્તૃત માહિતી એકત્ર કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠક પણ પૂર્ણ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #KutchBorderRange #GujaratPolice #IGChiragKoradiya #MorbiNews