ખેડૂતોએ સહાયની મદદથી મીની ટ્રેક્ટર, કલ્ટીવેટર, રોટાવેટર અને મીની ટ્રેલર જેવા સાધનો ખરીદ્યામોરબી: મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખાતેદાર હોવાથી તેમની પાસે જમીન ધારકતા ઓછી છે. આર્થિક મર્યાદાઓના કારણે આ ખેડૂતો મોંઘા મશીનો ખરીદી શકતા ન હોવાથી કાં તો મોંઘા ભાડે સાધનો લાવવા પડતા અથવા મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. ત્યારે ખેડૂતો માટે વર્ષ 2025-26 અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. 228.12 લાખની માતબર રકમ મંજૂર કરીને જિલ્લાના કુલ 251 પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક સાધનો આપવામાં આવ્યા છે.આ સહાય અંતર્ગત જિલ્લામાં 251 મીની ટ્રેક્ટર, 173 કલ્ટીવેટર, 78 રોટાવેટર અને ખેતીવાડીની ઉપજના પરિવહન માટે 1 મીની ટ્રેલર મળીને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો ફાળવવામાં આવ્યા છે. ખેડૂતો હવે નિયત સમયમર્યાદામાં ખેડ, વાવણી તેમજ લણણી જેવા મહત્વના કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #Morbi #MorbiNews #GujaratGovernment #Agriculture #Farmers #MiniTractor #FarmingTechnology #MorbiDistrict #AgricultureSubsidy