મોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલી ભૂગર્ભ કુંડીની જાળી લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે જોખમ ઊભું થયું છે. આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.નાના વાહનો ફસાવાનો અને રાહદારીઓ ખાબકવાનો ભયત્રાજપર ચાર રસ્તાથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ આવતા રસ્તા પર, સર્કલની નજીક જ આ ભૂગર્ભ કુંડી આવેલી છે. આ કુંડી પરની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી અહીંથી પસાર થતા નાના વાહનો તેમાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. એટલું જ નહીં, રાત્રિના સમયે કે દિવસ દરમિયાન અહીંથી ચાલીને નીકળતા રાહદારીઓનો પગ આ તૂટેલી જાળીમાં આવી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.તંત્ર વહેલી તકે જાળીનું રીપેરિંગ કામ કરાવે તેવી લોકમાંગઆ વ્યસ્ત માર્ગ પરથી રોજ હજારો લોકો પસાર થાય છે, ત્યારે તૂટેલી જાળીના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે આ જોખમી બનેલી જાળીનું વહેલી તકે રીપેરિંગ કામ કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaharanaPratapCircle #PublicIssue #MorbiMunicipalCorporation #RoadSafety #GujaratNews