વન વિભાગે બાતમીના આધારે દરોડો પાડી 10000 રૂપિયાની વસૂલાત કરી, વન અધિનિયમ મુજબ ગુનો નોંધ્યોટંકારા: ટંકારા તાલુકાના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું ગેરકાયદેસર કટીંગ કરતા એક શખ્સને વન વિભાગની ટીમે 700 કિલો લાકડા સાથે ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે તારીખ 03/06/2026 ના રોજ સાંજના સમયે વન વિભાગને ખાનગી બાતમી મળી હતી કે ટંકારા ગામના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું કપાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે નાયબ વન સંરક્ષક મોરબી અને મદદનીશ વન સંરક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ દેશી બાવળના ઝાડનું કપાણ કરનાર ઇસમ સીતાપરા મનોજભાઈ લક્ષ્મણભાઈ (ઉંમર 38, રહે. તીથવા, તાલુકો વાંકાનેર)ને ઝડપી લીધો હતો. વન વિભાગ દ્વારા કપાણ કરેલો મુદ્દામાલ, જેમાં 700 કિ.ગ્રા. દેશી બાવળનું જલાઉ લાકડું સામેલ છે, તે કબ્જે કરવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે પકડાયેલ ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની પાસેથી એડવાન્સ રીકવરી પેટે 10000 રૂપિયાની વસૂલાત કરી ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 26(1) (a) તથા (b) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.આર. મકવાણા (મોરબી), વનપાલ એમ.કે. પંડિત (મોરબી), વનરક્ષક જે.ડી. મેણિયા (ટંકારા) અને વનરક્ષક એમ.એચ. સોલંકી (કાલિકાનગર) એ સંયુક્ત રીતે ફરજ બજાવી હતી.#Morbi #Tankara #MorbiUpdate #ForestDepartment #IllegalTreeCutting #Wankaner #CrimeNews #MorbiNews