સિલ્વર પાર્ક અને ગોકુલ પાર્ક સોસાયટીના રહીશોએ દિવ્યેશ ગોલ્ડ સિરામિક દ્વારા ખુલ્લામાં થતા ટાઇલ્સ કટિંગથી ઉડતી હાનિકારક રજકણો અંગે કાર્યવાહી કરવા માંગ કરીમોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુના ઘુંટુ રોડ પર આવેલી રહેણાંક સોસાયટીઓના લોકો નજીકમાં ચાલતી સિરામિક ફેક્ટરીના પ્રદૂષણના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સિલ્વર પાર્ક અને ગોકુલ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની રફાળેશ્વર ખાતે આવેલી પ્રાદેશિક કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.સ્થાનિક રહીશોની અરજીમાં જણાવ્યા અનુસાર, મોરબી કોર્પોરેશનના વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ ત્રાજપર ગામના જુના ઘુંટુ રોડ પર આવેલ સિલ્વર પાર્ક તથા ગોકુલ પાર્ક સોસાયટીની નજીકમાં દિવ્યેશ ગોલ્ડ સિરામિક આવેલી છે. આ જગ્યામાં ભાડા પટ્ટેથી ખુલ્લા પ્લોટમાં મશીન દ્વારા નાની-મોટી ટાઇલ્સ કટિંગની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી ખુલ્લામાં થતી હોવાથી તેમાંથી કાચ જેવી ઝીણી ભૂકી અને રજકણો હવામાં ભારે માત્રામાં ઉડે છે. આ ઉડતી રજકણો સીધી જ આસપાસની સોસાયટીઓના ઘરોમાં, ફળિયામાં અને લોકોના જમવામાં પડે છે.કાચ જેવી આ ઝીણી રજકણો લોકોની આંખમાં જવાથી બળતરા સહિતની સમસ્યાઓ સર્જાય છે, જે નાગરિકોના આરોગ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. સ્થાનિકોના સ્વાસ્થ્યને થઈ રહેલા નુકશાનને ધ્યાનમાં રાખીને, રહીશોએ જીપીસીબીના અધિકારીઓને આ પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા અને રહેણાંક વિસ્તારમાંથી આ ટાઇલ્સ કટિંગ મશીનરી વહેલી તકે અન્ય જગ્યાએ ખસેડવા માટે અરજ કરી છે. આ લેખિત રજૂઆત થકી ગોકુલ પાર્ક અને સિલ્વર પાર્ક સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે.#Morbi #MorbiUpdate #PollutionIssue #GPCB #MorbiNews #Trajpar #CeramicPollution #GujaratNews