ગૃહ વિભાગ દ્વારા પોલીસ વહીવટી માળખામાં મોટો ફેરફાર: બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ બનાવવામાં આવીમોરબી: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વહીવટી માળખામાં એક ખુબ જ મહત્વનો અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ બનાવવામાં આવી છે. આ મોટા ફેરફાર અંતર્ગત મોરબી જિલ્લાને હવે રાજકોટ રેન્જમાંથી મુક્ત કરી બોર્ડર રેન્જમાં સમાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લાને કેમ બોર્ડર રેન્જમાં મૂકવામાં આવ્યો?સરકારી ઠરાવની વિગતો મુજબ, અગાઉ રાજકોટ રેન્જ હેઠળ 5 જિલ્લાઓ આવતા હતા, જેમાં (1) રાજકોટ ગ્રામ્ય, (2) જામનગર, (3) દેવભૂમિ દ્વારકા, (4) સુરેન્દ્રનગર અને (5) મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો. પરંતુ મોરબી જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને દરિયાઈ સરહદ ધરાવે છે. વહીવટી અનુકૂળતા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મજબૂત નિયંત્રણ તેમજ ભૌગોલિક પાસાઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને બોર્ડર રેન્જમાં સામેલ કરવો અનિવાર્ય બન્યો હતો. જેથી હવે મોરબી બોર્ડર રેન્જનો ભાગ બનશે.નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી: પાલનપુર મુખ્ય મથક રહેશેસરહદી રેન્જ (ભુજ-કચ્છ) અંતર્ગત પહેલા કચ્છ (પશ્ચિમ), કચ્છ (પૂર્વ), પાટણ અને બનાસકાંઠા એમ 4 જિલ્લાઓ આવતા હતા. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો વિશાળ હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી મુશ્કેલ બનતી હતી. આ સાથે જ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આથી વહીવટી સરળતા માટે જૂની બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી 'બનાસકાંઠા રેન્જ' બનાવવામાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર રહેશે.હવે કઈ રેન્જમાં કયા જિલ્લાઓ રહેશે? જુઓ નવું માળખું:1. બોર્ડર રેન્જ ● પશ્ચિમ કચ્છ-ભુજ● પૂર્વ કચ્છ-ગાંધીધામ● મોરબી2. રાજકોટ રેન્જ ● રાજકોટ ગ્રામ્ય● જામનગર● દેવભૂમિ દ્વારકા● સુરેન્દ્રનગર3. બનાસકાંઠા રેન્જ:● બનાસકાંઠા-પાલનપુર● પાટણ● વાવ-થરાદ#MorbiUpdate #MorbiNews #GujaratHomeDepartment #MorbiPolice #BorderRange #RajkotRange #BanaskanthaRange #GujaratPolice #BreakingNews