આઈજી તરીકે નિર્લિપ્ત રાયની બદલે હવે ચિરાગ કોરડીયા સુકાન સંભાળશેમોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને કચ્છ બોર્ડર રેન્જમાં સમાવવામાં આવ્યો છે. આ નવા ફેરફારના પગલે કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા આવતીકાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવશે તેવું જાણવા મળી રહ્યું છે.મોરબી જિલ્લો અત્યાર સુધી રાજકોટ રેન્જમાં આવતો હતો. જેથી ત્યાંના રેન્જ આઈજી નિર્લીપ્ત રાય સુકાન સંભાળી રહ્યા હતા. હવે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાને મોરબી જિલ્લાનું સુકાન મળ્યું છે. પોતાની આ મુલાકાત દરમિયાન રેન્જ આઈજી જિલ્લાના ભૌગોલિક વિસ્તાર, સીમાંકન, વિવિધ પોલીસ મથકો તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રાથમિક માહિતી મેળવશે. આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે તેવું જાણવાં મળ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #KutchBorderRange #GujaratPolice #IGChiragKoradiya