રાજપર(કુંતાશી) નિવાસી રાજાભાઈ પરમારનું અવસાન ; આવતીકાલે શુક્રવારે બેસણુંમોરબી : રાજપર(કુંતાશી) નિવાસી રાજાભાઈ સિદાભાઈ પરમાર જે સંજયભાઈના પિતા, બાબુભાઈ, છગનભાઈ અને દિનેશભાઈના કાકા, ગૌતમભાઈ પરમાર (માહિતી કચેરી, ભુજ) તથા દીપકભાઈ પરમાર (રેલવે મેલ સર્વિસ-અમદાવાદ)ના દાદાનુ તા. 03/06/2026ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા (કારજ) તા.07/06/2026ને રવિવારના રોજ રાખેલ છે. સંતવાણી, તા.06/06/2026ને શનિવારે રાત્રે 10 કલાકે જેના કલાકાર આશા રાબડીયા અને ધરમદાસબાપુ ઉપસ્થિત રહેશે. બેસણું તા.05/06/2026ને શુક્રવારે સાંજે 5:00 કલાકે રાજપર ગામે રાખેલ છે.