કુંભારીયા નિવાસી બજરંગ ભવાઈ મંડળ દ્વારા ભવાઈ રજૂ કરવામાં આવશેમોરબી: સજનપર ગામના ગ્રામ પંચાયત ચોક ખાતે આવતીકાલે તારીખ 5/6/2026 ને શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય લોકભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કુંભારીયા નિવાસી બજરંગ ભવાઈ મંડળ દ્વારા લોકભવાઈ રજૂ કરવામાં આવશે. નાયક બાબુલાલભાઈ કાનજીભાઈના મંડળ દ્વારા ગ્રામજનો સમક્ષ આ પારંપરિક ભવાઈની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવશે.લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમને નિહાળવા માટે આયોજક જુગતરામભાઈ વ્યાસ દ્વારા મોરબી પંથકની અને સજનપર ગામની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Sajanpar #LokBhavai #BhavaiMandal #GujaratCulture #MorbiNews #CulturalEvent