શાળાઓ ખાલીખમ છતાં 18 થી 20 જૂન સુધી પ્રવેશોત્સવ યોજવો છે : શિક્ષણ જગતમાં ઉઠતા સવાલોમોરબી: વાર્ષિક પરીક્ષા અને વેકેશનના 50 દિવસ બાદ આગામી 8 જૂને શાળાઓ ખુલી રહી છે. પરંતુ ગુજરાતના બાળકો કેવી રીતે ભણશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે મોટાભાગની શાળાઓના 100% શિક્ષકો અને આચાર્યોને વસ્તી ગણતરી 2027ની કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે. ગત શૈક્ષણિક વર્ષ મતદાર યાદી સુધારણામાં ગયું હતું અને આ વર્ષ વસ્તી ગણતરીમાં જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને શહેરી વિસ્તારમાં સોંપાઈ ફરજરાષ્ટ્રીય કામગીરી જેવી કે વસ્તી ગણતરી, મતદાર યાદી સુધારણા કે આપત્તિ વ્યવસ્થાપનમાં અન્ય કેડર અને શિક્ષકોને સપ્રમાણમાં લેવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં વસ્તી ગણતરી 2027 માં ગણતરીદાર તરીકે મહત્તમ શિક્ષકોનો જ સમાવેશ કરાયો છે. મોટા ભાગની શાળાઓમાં 100% શિક્ષકોને ગણતરીદાર તરીકે અને આચાર્યોને સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવામાં આવી છે. એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં ગણતરીદારની ઘટ હોવાથી ગ્રામ્ય વિસ્તારની શાળાના શિક્ષકોને શહેરી વિસ્તારમાં ડ્યુટી સોંપવામાં આવી છે.1 થી 30 જૂન સુધી ચાલશે કામગીરી, બ્લોક ફાળવણીમાં પણ વિસંગતતાવસ્તી ગણતરીની કામગીરી 01/06/26 થી 30/06/26 સુધી ચાલવાની છે. વસ્તીગણતરી અધિનિયમ 1948ની જોગવાઈ મુજબ આ કાર્ય પોતાની ફરજ દરમિયાન ઓન ડ્યુટીથી કરવાનું હોવાથી 8 જૂનથી શરૂ થતું નવું શૈક્ષણિક સત્ર શિક્ષકો વગરનું બની રહેશે. તેમાં પણ બ્લોક ફાળવણીમાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે. નિયમ મુજબ એક ગણતરીદારને 200 ઘર આપવાની જોગવાઈ છે, જેની સામે 500 થી 600 ઘરના બ્લોક સોંપી દેવામાં આવ્યા છે. કામગીરીનું ભારણ એટલું મોટું છે કે શિક્ષકો 30 જૂન સુધી શાળાએ નિયમિત સમય આપી શકે તેમ નથી.શિક્ષકો વિના પ્રવેશોત્સવ કેમ યોજાશે?એક તરફ મોટાભાગની શાળાઓમાં શિક્ષકો ગણતરીના કામે રોકાયેલા છે અને બીજી તરફ સરકાર 18 જૂનથી 20 જૂન સુધી પ્રવેશોત્સવ યોજવા જઈ રહી છે. એકબાજુથી દેશના વડાપ્રધાન પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કરે છે, ત્યારે બીજી બાજુ આવા કાર્યક્રમો પાછળ ઈંધણનો વ્યય કરવાના આયોજનો થઈ રહ્યા છે. શિક્ષકોએ વસ્તી ગણતરી કરવી, પ્રવેશોત્સવ કરવો કે વિદ્યાર્થીઓને ભણાવવા? તેવા યક્ષ પ્રશ્નો હાલ શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યા છે.#MorbiUpdate #EducationNews #GujaratEducation #TeachersDuty #Census2027 #Praveshotsav #GujaratNews