111 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. પુરીબેન રાજપરાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીમોરબી: મોરબીમાં સ્વ. પુરીબેન રુગનાથભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દ્વારકાધીશ હોલ ખાતે 4 જૂનના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના 13મા દિવસની વિધિ નિમિત્તે રાજપરા પરિવાર અને સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.આ રક્તદાન કેમ્પમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને કુલ 111 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. પુરીબેન રાજપરાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શોકપ્રસંગે રક્તદાન કેમ્પ યોજીને રાજપરા પરિવારે સમાજને માનવ સેવાની નવી દિશા અને પ્રેરણા આપી છે.આ કેમ્પને સફળ બનાવવા માટે અંબારામભાઈ રાજપરા, હંસરાજભાઈ રાજપરા, રમેશભાઈ રાજપરા, અશોકભાઈ રાજપરા, અશ્વિનભાઈ રાજપરા, હિમાલય હાર્ડવેર પરિવાર અને રાજપરા પરિવારના તમામ ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને રાજપરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સ્વ. પુરીબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.#Morbi #MorbiUpdate #BloodDonation #RajparaFamily #BloodDonationCamp #MorbiNews #SocialWork #Humanity