મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મામા કેમિકલ કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ભાવનાબેન મહેશભાઈ ડામોર ઉ.20 નામના પરિણીતાને ગત તા.2ના રોજ તાવ આવ્યા બાદ ઉલ્ટીઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં અચાનક આચકી ઉપડી ગયા બાદ બ્રેઇન હેમરેજ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.