વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ લેન્ડ ડેકોર સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ગત તા.2ના રોજ રાત્રીના સમયે ત્રીજા માળે અગાસીની પારપેટ પર બેઠેલા મૂળ છત્તીસગઢ રાજ્યના વતની રૂપાબેન ચંદાલાલ પટેલ ઉ.28 નામના પરિણીતાને અચાનક ચક્કર આવતા નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.