મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેસરબાગ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી જગદીશભાઈ હરિલાલ જોશી રહે.રવાપર રેસિડેન્સી, મોરબી વાળાને રોકડા રૂપિયા 600 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં વરલીના આકડાની કપાત આરોપી મનોજ બટુકભાઈ ગોસાઈ રહે.વાવડી રોડ, મોરબી પાસે કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.