સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા પરિવારના 3 સભ્યોનો આબાદ બચાવટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના છતર ગામની ભાગોળે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટથી મોરબી તરફ આવી રહેલી એક કાર કાગદડી અને છતર વચ્ચે ખોડીયાર માતાજીના મંદિર પાસે પહોંચતા અચાનક અગનગોળો બની ગઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આ કારમાં એક જ પરિવારના 3 સદસ્યો સવાર હતા. કારના નંબર જીજે 36એફ 3394 હતા. કાર ડીઝલ હતી. કારમાં અચાનક આગ ભભૂકતા જ અંદર સવાર લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા. જેથી સદ્ભાગ્યે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. આ સમયે ઘટનાસ્થળે હાજર હાર્દિક હેમંતભાઈ ભાલોડિયા પણ તાત્કાલિક મદદ માટે દોડી ગયા હતા. ઘટનાની જાણ 112 નંબર પર કરવામાં આવતા ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, જોતજોતામાં આખી કાર ભડભડ સળગીને રાખ થઈ ગઈ હતી. #Morbi #MorbiUpdate #Tankara #Chhatar #CarFire #AccidentNews #RajkotMorbiHighway #GujaratNews