મેયર, ડે.મેયર, સ્ટેડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ વોર્ડ નં.1માં કામગીરી સ્થળની મુલાકાત લીધીમોરબી: ચોમાસા પૂર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વોર્ડ નં.1માં જઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન મોરબી મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી અને ડેપ્યુટી કમિશનર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નંબર 1 માં સમસ્યાઓનું નિરીક્ષણપદાધિકારીઓ અને અધિકારીઓએ વોર્ડ નંબર 1 માં વાવડી રોડથી વાવડી ગામ સુધીના વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈ અને રસ્તાઓને લગતા પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસામાં ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તમામ નદી-નાળાની સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.અન્ય વોર્ડમાં પણ ક્લસ્ટર મુજબ મુલાકાત લેવાશેઆ અંગે માહિતી આપતા મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ લોકોની પ્રાથમિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર અને કોર્પોરેટરો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પાણી ભરાય છે તેવા ડ્રેનેજના પ્રશ્નો, રસ્તા અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. આગામી દિવસોમાં અન્ય વોર્ડમાં પણ ક્લસ્ટર મુજબ મુલાકાત લઈને લોકોના પ્રશ્નો હલ કરવામાં આવશે.સુચનાઓનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોવું રહ્યુંઅધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લગત વિભાગોને સૂચનાઓ તો આપી છે પણ અપાયેલી સૂચનાઓનું પાલન થાય છે કે આ નિરીક્ષણ માત્ર ફોટો સેશન પૂરતું રહે છે તે તો આવનારો સમય જ બતાવશે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PreMonsoonWork #Monsoon2026 #GujaratNews #MorbiCity