ઉમરભાઈ રાઠોડ (રિયાઝભાઈ) છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છે રક્તદાનમોરબી : મોરબીમાં રહેતા સેવાભાવી યુવાન ઉમરભાઈ રાઠોડ (રિયાઝભાઈ) દ્વારા આજે 12મી વખત રક્તદાન કરીને પોતાના જન્મદિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 11 વર્ષથી સતત પોતાના જન્મદિવસે રક્તદાન કરવાનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે અન્ય ખર્ચાઓ કરવાને બદલે રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી તેઓએ સમાજ અને અન્ય યુવાનોને નવી અને સાર્થક રાહ ચીંધી રહ્યા છે.#Morbi #MorbiUpdate #BloodDonation #InspiringYouth #SocialWork #MorbiNews #BirthdayCelebration