મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીની મચ્છુ નદીના પટમાં આવેલા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ સાથે મચ્છુ નદીના પટમાં પાણીને અવરોધતા અન્ય દબાણો અને કાળમાટનો આડેધડ ઠાલવેલો કચેરો હટાવામા આવશે કે કેમ ? કે માત્ર થોડા ઘણા ઝૂપડા હટાવી તંત્ર દ્વારા કામગીરીનો સંતોષ માની લેવામાં આવશે. તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઝૂંપડાઓ હટાવવા માટે અગાઉ રજૂઆત અથવા ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુ પૂર્વે નદીનો પટ ખાલી કરાવવાના ભાગરૂપે દબાણ હટાવ શાખા દ્વારા મચ્છુ નદીના પટમાંથી અંદાજે 80 થી 90 જેટલા ઝૂંપડાઓનું દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે.ત્યારે આ સાથે તંત્રની નદીના પટમાં રહેલા ઝૂપડા હટાવવા પૂરતી કામગીરીની જગ્યાએ તંત્ર મોરબી માંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં હાલમાં અનેક જગ્યાએ પાણીનો પ્રવાહ અવરોધાય તે રીતે કાચા, પાકા દબાણો અને બાંધકામનો આડેધડ નાખવામાં આવેલો કાળમાટ સહિતનો કચેરો પણ હટાવામા આવ તેવી લોક માંગ ઉઠી રહી છે.#MorbiUpdate #MorbiNews #PreMonsoon #EncroachmentRemoval #MachhuRiver #MorbiNagarpalika #BreakingNews