મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કાલિકાપ્લોટ શેરી નંબર 2મા દરોડો પાડી આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બાલો હુસેનભાઈ કુરેશીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના 180 મીલી માપના 72 ચપલા કિંમત રૂપિયા 9000 કબ્જે કર્યા હતા.જો કે, દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.