મોરબી : પીજીવીસીએલ મોરબી શહેર પેટા વિભાગ-02 દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકાની કામગીરી કરવાની હોવાથી તારીખ 03/06/2026, બુધવારના રોજ શહેરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જે અંતર્ગત દરબારગઢ ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા તેની આસપાસના વિસ્તારોમાં સવારે 07:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. મહાનગરપાલિકાની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે. જેથી સંબંધિત વિસ્તારના વીજ ગ્રાહકોને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiMahanagarpalika #MorbiCity #MorbiNews #Gujarat