સંગીત ગુરુ અને 3 વિદ્યાર્થીઓની અંદામાન નિકોબાર ખાતે યોજાનાર ઓલિમ્પિયાડ માટે પસંદગીમોરબી: અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ, પુના અને યુનેસ્કો દ્વારા તાજેતરમાં એક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં મોરબીના લિટલ જીનિયસ હોબી સેન્ટરના સંગીત કલા ગુરુ ડો. મેહુલ શેઠ અને તેમના વિદ્યાર્થીઓ હર્મન શેઠ, જેનિસ દલસાણીયા અને અજય રાજપૂતએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર મોરબી શહેરનું ગૌરવ વધાર્યું છે.આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ, હવે આગામી સમયમાં આ તમામ કલાકારો અંદામાન નિકોબાર ખાતે યોજાનાર સંગીતના ઓલિમ્પિયાડમાં ભાગ લેવા જશે.#MorbiUpdate #MorbiNews #Morbi #MorbiPride #MusicCompetition #UNESCO #LittleGeniusHobbyCenter #AndamanNicobar #MusicOlympiad