ગોકુળ નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 25 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીન સભર પૌષ્ટિક આહાર કીટ અર્પણ કરાઈમોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા હંમેશા જન આરોગ્ય, પર્યાવરણ અને જીવદયા જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ 'ટીબી હારેગા, ભારત જીતેગા' અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મોરબીના ગોકુળ નગર ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર આ પ્રોજેક્ટ અંતર્ગત 25 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીન સભર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આ ઉપરાંત કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ હરખજીભાઈ ટી. સુવારિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પાસ્ટ ખજાનચી મણીલાલ જે. કાવર, નાનજીભાઈ મોરડીયા, પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ડો. શૈલેષભાઈ પરેજીયા, ડો. દીપકભાઈ પટેલ તથા હેલ્થ સેન્ટરના ડો. શ્રેયાબેન માતરિયા અને તેમના સ્ટાફ મિત્રોની હાજરીમાં કીટ વિતરણ કરાયું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીબી મુક્ત ભારતની હાકલને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના તમામ સભ્યોએ સાર્થક કરી જન આરોગ્ય અને સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે, તેમ સંસ્થાના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #LionsClubMorbi #TBFreeIndia #SocialWork #HealthCare #MorbiNews #Gujarat