મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના પાર્ટ બી ગુ.ર.નં. 1503/2025 પ્રોહી કલમ 65AE, 116B, 81 મુજબના ગુનાના કામે આરોપી પ્રવિણભાઇ શીવાભાઇ જોગરાજીયા (રહે- ગુંદાળા, તા. વીંછિયા, જી. રાજકોટ) જે આજદિન સુધી નાસતો ફરતો હતો, તે પોતાના ગામ ગુંદાળા ખાતે હાજર છે. તેવી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે ત્યાં પહોંચીને આરોપી પ્રવિણભાઇ શીવાભાઇ જોગરાજીયાને પકડી પાડ્યો હતો.ત્યારબાદ, આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ સફળ કામગીરીમાં ઇ. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, પો.સબ.ઇન્સ. બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ. વી.જી.માલાણી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો જોડાયેલ હતા.#Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #Wankaner #ProhibitionAct #CrimeNews #GujaratPolice