વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગત તા.30ના રોજ ફરિયાદી રંજનબેન જક્સીભાઈ જખાણીયા ઉ.40 તેમના પુત્ર સાથે જમવાનું લઈ ઘેર પરત આવતા હતા ત્યારે પાડોશમાં રહેતા આરોપી રૂખડભાઈ મગનભાઈ માણસૂરિયા અને તેમના પત્ની તેજલબેને રંજનબેન સાથે ઝઘડો કર્યો હતો. બનાવ સમયે આરોપી રૂખડે રંજનબેનને કહયું હતું કે, મારા પત્ની સાથે તું કેમ ઝઘડો કરે છે કહી પાઇપ વડે માર માર્યો હતો. આ સમયે રંજનબેનના પતિ જક્સીભાઈ આવી જતા બન્ને આરોપીઓએ તેમને પણ માથામાં લોખંડનો પાઇપ ફટકારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.