ક્રેઇનનો પટ્ટો તૂટતા એક શ્રમિકનું મૃત્યુ થવાની સાથે ત્રણ ઘાયલ થયા હતામોરબી : મોરબી - કંડલા બાયપાસ પર બે દિવસ પૂર્વે એ એન્ડ જે માઇક્રોન્સ કારખાનામાં લોખંડની વજનદાર પ્લેટ ક્રેઇન વડે સાયલો પર ચડાવતી વખતે ક્રેઇનનો પટ્ટો તૂટી જવાથી લોખંડની પ્લેટ શ્રમિક પર પડતા મૃત્યુ થવા મામલે બે ક્રેઇન સર્વિસ ઓપરેટરો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ પર કરોડોની ખનીજ ચોરી મામલે વિવાદમાં આવેલ એ એન્ડ જે માઇક્રોન્સ નામની મિનરલ ફેકટરીમાં ગત તા.31ના રોજ સાયલો પર લોખંડની વજનદાર પ્લેટ ચડાવતી વખતે પ્લેટ સાથે બાંધેલ પટ્ટો તૂટી જતા પ્લેટ માથે પડતા ઉત્તરપ્રદેશના વતની સંતોષ વિજયભાઈ રાજભર ઉ.40નું મૃત્યુ થયું હતું. સાથે જ આ બનાવમાં ભીમ મહંતો, ઉપેન્દ્ર મહંતો અને અસલમ હનીફ નામના શ્રમિકોને પણ ઇજા પહોંચી હતી. આ બનાવમાં નબળા પટ્ટાના ઉપયોગને કારણે લોખંડની પ્લેટ છટકીને શ્રમિકો પર પડી હોય મૃતક સંતોષના ભાઈ વિવેક વિજયભાઈ રાજભરે સાઈ ક્રેઇન સર્વિસના બે હાઈડ્રો ઓપરેટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.