તાકીદે સફાઈ કામગીરી હાથ ધરવા લગત વિભાગોને કડક સૂચના અપાઈમોરબી : મોરબીના શનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વોકળાઓમાં મોટા પ્રમાણમાં ગંદકી જમા થઈ હોવાની અને તેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કમિશનર સંગીતા રૈયાણીએ આજે જાતે જ આ વિસ્તારોના વોકરાઓની મુલાકાત લીધી હતી. કમિશનરની આ વિઝિટ દરમિયાન ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ તેમની સાથે હાજર રહ્યા હતા. વોકળાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં વ્યાપક ગંદકી જોઈને કમિશનર સંગીતા રૈયાણીએ સ્થળ પર જ હાજર જવાબદાર અધિકારીઓને કડક ભાષામાં સૂચના આપી હતી. કમિશનર દ્વારા જાતે જ સ્થળ તપાસ કરી લેવાયેલા આ કડક પગલાં અને આપવામાં આવેલી તાકીદ બાદ, હવે શનાળા અને આસપાસના વોકળાઓની સાફ-સફાઈની કામગીરી ઝડપથી શરૂ થશે તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોને પણ લાંબા સમયથી સતાવતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની સમસ્યામાંથી ટૂંક સમયમાં છુટકારો મળવાની આશા બંધાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #Sanala #CleanMorbi #MorbiCity #GujaratNews