વિચિત્ર અકસ્માત અંગે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર ગત તા.31ના રોજ માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસે બેકાબુ બનેલી કાર ડિવાઈડર કૂદી સામેથી આવતી અર્ટિગા કાર સાથે અથડાતા કચ્છના ઠક્કર પરિવારના આઠ સભ્યોને ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના જેસ્ટાનગર ખાતે રહેતા ફરિયાદી નયનભાઈ નાનાલાલ ઠક્કર ઉ.30એ આરોપી જીજે - 12 - સીટી - 9432ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.31ના રોજ સાંજના છએક વાગ્યાના સમયે તેઓ જીજે - 12 - એફબી - 9666 નંબરની અર્ટિગા કાર લઈને જતા હતા ત્યારે માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના પાટિયા નજીક જીજે - 12 - સીટી - 9432ની કાર ડિવાઈડર કૂદી રોડની સામેની સાઈડમાં ઘુસીઆવી ફરિયાદીની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદી નયનભાઈ ઉપરાંત ભાવેશભાઈ હરેશભાઇ ઠક્કર, હેતલબેન ભાવેશભાઈ ઠક્કર, પ્રાચીબેન ભાવેશભાઈ ઠક્કર, વૈશાલીબેન વિશાલભાઈ ઠક્કર, સોનાક્ષીબેન વિશાલભાઈ ઠક્કર, પંચીબેન વિશાલભાઈ ઠક્કર અને નિશિતાબેન વિશાલભાઈ ઠક્કરને નાની મોટી ઇજાઓ થઈ હતી.અકસ્માતના બનાવ અંગે માળીયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.